નિબંધ લેખન
મારો યાદગારપ્રવાસ
પ્રવાસ જવાનો આનંદ જ કે અલગ છે ધોરણ ૧૦ માં હું અભ્યાસ કરતી હતી ત્યારે મારી સ્કૂલ માં થી અમે પ્રવાસ ગયા હતા. અમે પ્રવાસ પાટણ , ઉંઝા, મોઢેરા, અમદાવાદ સાયન્સિટી ગયા હતા.
બધા મિત્રો હતા શિક્ષક હતાં પહેલા તો ઊંઝા ગયા હતા એ મહેસાણા માં આવેલું છે ઉંઝા અમે ઉમિયા માતા ના દર્શન કર્યાં ત્યારબાદ અમે ત્યાં થી નીકળી ને મોઢેરા આવ્યા મોઢેરા માં સૂર્યમંદિર આવેલું છે એવુ માનવા માં આવે છે કે સૂર્ય નું પ્રથમ કિરણ ત્યાં પડે છે અને મંદિર ની આગળ એક વાવ આવેલી છે ત્યાં અમે ગયા ત્યાં વાવ ની આગળ નિઝર શો જોયો ત્યાં પહેલા ની બધી કહાની બતાવી ત્યારબાદ અમે પાટણ ની એક હોટલ માં ગયા ત્યાં મસ્ત ભોજન જમી ને પાટણ જવા માટે રવાના થયાં.
પાટણ જતાં જતા અમે રસ્તા માં ઘણાં બધા એવા સુંદર દ્રશ્યો જોયા ત્યારબાદ રસ્તા માં ક્યાં કયા મંદિર પણ આવતા હતા ત્યારબાદ અમે પાટણ પહોંચ્યા પાટણ માં પટોળું ખૂબ પ્રખ્યાત છે એવુ કહેવા માં આવે છું પહેલા તો અમે ટિકિટ લીધી ત્યારબાદ અમે અંદર ગયા અંદર ખૂબ મોટું ગાર્ડન છે ત્યાં વરચે રાણી ની વાવ આવેલી છે એવુ કહેવા માં આવે છે કે એ વાવ રાણી ઉદયમતી ની યાદ માં બનવા માં આવેલી છે ત્યાં અમે ગયા બધા મિત્રો સાથે ફોટા પડાવી ત્યારબાદ ત્યાં થી નીકળી ગયા.
અમદાવાદ આવ્યા અમદાવાદ માં આવેલી સાયન્સસિટી ત્યાં બધું સાયન્સ ને લગતી વસ્તુ જોવા મળી ઘણા બધા થિયેટર પણ હતા પ્રાણી પણ હતા પછી બધા મિત્રો સાથે ફોટા પડાવી ને ત્યાં ભોજન બનાવેલું હતું ત્યાં ભોજન જમી ને ત્યાર બાદ અમે સ્કૂલ આવા માટે નિકળી ગયા.
Comments
Post a Comment